Friday, May 21, 2021

મૂડ નથી હોતો

 ક્યારેક પુષ્પ ની મધુર સુગંધ નો અહેસાસ નથી થતો કારણકે મૂડ નથી હોતો


ક્યારેક ખુશી ના આહલાદક પળોની અનુભૂતિ ને યાદ કરવી નથી ગમતી કારણકે મૂડ નથી હોતો

ક્યારેક મનપસંદ રમત રમવા બોલાવા આવેલ મિત્રોને ના કહેવાની ઈચ્છા થાય છે કારણકે મૂડ નથી હોતો

ક્યારેક પસંદગીની વાનગીનો સ્વાદ નથી આવતો કારણકે મૂડ નથી હોતો

ક્યારેક Social Media સર્ફિંગ માં શું સર્ફિંગ કરીએ છીએ તેનો ખ્યાલ નથી હોતો કારણકે મૂડ નથી હોતો

ક્યારેક બસ એકાંત માં બેસીને પોતાની સાથે વાત કરવી હોય છે કારણકે બીજા કોઈ જોડે વાત કરવાનો મૂડ નથી હોતો

જિંદગી ની દોડ માં
ક્યારેક કાંઈ ખોટું થાય
ક્યારેક આપણી પસંદનું ના થાય
ક્યારેક સફળતાની રાહ પર અસફળતા મળે
ક્યારેક પ્રિય મિત્ર તરફની કોઈ અપેક્ષા પુરી ના થાય
ક્યારેક કોઈ ઉપર કરેલા ગુસ્સાનો અફસોસ થતો હોય
તો ક્યારેક પોતે કરેલ ભૂલનો પશ્ચાતાપ થતો હોય

અને આપણો મૂડ નથી હોતો પરંતુ યાદ રાખો કે

જીવન એક રંગમંચ છે અને આપણે તેની એક કઠપૂતળી
ક્યારે આપણો અભિનય સમાપ્ત થઈ જશે તેની ખબર નથી

So Enjoy Each and Every Moment of your life Without Saying MOOD NATHI


No comments:

Post a Comment